GST1-1-1024x683

આજ મધરાતથી GST અમલી બનશે. GSTનો વિરોધ પણ થઈ રહ્યો છે. જો કે આ કરપ્રણાલી લાગુ થવાના ફાયદા અનેક છે. આવો જાણીએ કોને ફાયદો થશે અને શું ફાયદા થશે.

ભારતનો જીડીપી વધશે

જીએસટીથી સરેરાશ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નું કદ વધશે. હાલમાં દેશનો જીડીપી ૭.૧ ટકા છે. જીએસટીનો અમલ થયા બાદ લાંબા ગાળે જીડીપી ૮ ટકાથી પણ ઊંચે જાય એવી આશા છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ રિસર્ચના એક રિપોર્ટ મુજબ જીએસટી લાગુ થતાં દેશના જીડીપીમાં ૧થી ૧.૭૫ ટકાનો વધારો થઇ શકે છે.

વિકાસ દર ૧૦ ટકા ?

છેલ્લા ૩ વર્ષથી ભારત સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે. ભારત માટે ૭થી ૮ ટકાનો આર્િથક વૃદ્ધિ દર હાંસલ કરવો પૂર્ણતઃ શક્ય છે. જો દુનિયાના દેશોમાં સારી વૃદ્ધિ થાય તો આપણે પણ વધુ ઝડપથી આગળ વધી શકીએ છીએ. આશા છે કે દેશનો વિકાસ દર ૧૦ ટકા સુધી પહોંચી શકે છે.

વ્યાપારીઓ અને ગ્રાહકોને વધુ ફાયદો

જીએસટીનો અમલ થાય એ બાદ વ્યાપારીઓ માટે સૌથી મોટો ફાયદો એ થશે કે તેમને દેશભરમાં એક સરખો ટેક્સ ભરવો પડશે. હાલમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં વ્યાપાર કરનારા વેપારીઓએ કેટલાય પ્રકારના ટેક્સ આપવા પડે છે. જીએસટીનો સૌથી વધુ ફાયદો ઉપભોક્તાઓને થશે. જીએસટીનો અમલ થયા બાદ ર્સિવસ કંઇક સસ્તી અને વધુ સુવિધાજનક થઇ જશે.

કરચોરી મુશ્કેલ બનશે

જીએસટી લાગુ થતાં ફક્ત સીમિત સંખ્યામાં જ ટેક્સ ચોરીના કેસો તપાસમાં લેવાશે. આવકવેરા વિભાગને એટલો મજબૂત બનાવાશે કે ટેક્સ ચોરી કરવી મુશ્કેલ થઇ જશે. કેટલીક વખત તો ટેક્સ આપવામાંથી છુટકારો મળી જશે, તેનાથી કર વસૂલ કરતાં સમયે કર અધિકારીઓ દ્વારા હેરાફેરી કરવાની સંભાવના પણ ઓછી થઇ જશે. એક જ વ્યક્તિ કે સંસ્થા પર કેટલીય વખત ટેક્સ ભરવાની જરૃર રહેશે જ નહીં, ફક્ત આ ટેક્સથી બધા જ ટેક્સ વસૂલ થઇ જશે.

જીએસટી સૌથી શ્રેષ્ઠ ટેક્સ સિસ્ટમ

જીએસટીનો અમલ કર્યા બાદ અપ્રત્યક્ષ કરોની સૌૈથી જટિલ કર પ્રણાલી દુનિયાની સૌથી સરળ કર પ્રણાલી બની જશે. એ સાથે જ ભારત દુનિયાનું સૌથી ઝડપથી વૃદ્ધિ કરનારું અર્થતંત્ર બની જશે.

રોજગારીની તક વધશે

જીએસટીથી દેશમાં મોટા પાયે નવા રોજગાર પેદા થશે. એમ મનાય છે કે લગભગ ૧ લાખ નોકરીઓ તો તત્કાળ પેદા થશે. તેમાં ટેક્સ, એકાઉન્ટિંગ અને ડેટા એનાલિસિસના ક્ષેત્રમાં યોગ્યતા રાખતા લોકોની માગ વધુ હશે. નોકરીઓમાં ૧૦થી ૧૩ ટકા સુધીનો વધારો થવાની સંભાવના વિશેષજ્ઞાો જોઇ રહ્યા છે.

source:-http://sandesh.com/benefits-of-gst/

 

Advertisements