gst_goods_and_services_tax_356x200_1300_356

૧લી જુલાઈ ૨૦૧૭થી તમામ ભારતીયોનાં જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે. આ દિવસે પૂરા દેશમાં નવી પ્રત્યક્ષ ટેક્સ સિસ્ટમ જીએસટી અમલી બનશે, પરંતુ તેની સાથે અન્ય ફેરફારો પણ આવી રહ્યા છે. ખાસ કરીને આધારને મુદ્દે પણ ઘણા ફેરફાર આવી રહ્યા છે. પહેલી જુલાઈથી તમારી દુનિયા આ રીતે બદલાઈ જશે.

-આઈટીઆર આધાર વિના ફાઇલ નહીં કરી શકાય – સરકારે રિટર્ન ફાઇલ કરવા માટે આધારને ફરજિયાત કરી દીધું છે. પહેલી જુલાઈ પછી તમે આધાર વિના ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરી શકો.

-પાન સાથે આધાર જોડવું જરૃરી – સરકારે ટેક્સ બચાવવા અનેક પાનકાર્ડનો ઉપયોગ કરનારાં લોકો પર સકંજો કસવા માટે પાન સાથે આધાર નંબર સાંકળવો ફરજિયાત કર્યો છે. આવકવેરા અધિનિયમ કલમ ૧૩૯એ મુજબ તમારા પાન નંબરને આધાર સાથે સાંકળશો નહીં તો પાનકાર્ડ ગેરકાયદે થઈ જશે. સીબીડીટીએ જણાવ્યું છે કે આગામી સૂચના ના મળે ત્યાં સુધી પાન હાલમાં તો રદ નહીં થાય.

-આધાર વિના પાનકાર્ડ નહીં – નવાં પાનકાર્ડ માટે હવે તમારે આધારકાર્ડ હોવું જરૃરી છે. શનિવાર પછી આધારકાર્ડ વિના તમે પાનકાર્ડ માટે અરજી નહીં કરી શકો.

-આધાર વિના પાસપોર્ટ નહીં – વિદેશમંત્રાલયે પાસપોર્ટ અરજી કરવા માટે આધારકાર્ડ અનિવાર્ય બનાવી દીધું છે. પહેલી જુલાઈથી તમે પાસપોર્ટ માટે અરજી નહીં કરી શકો.

-પીએફ ખાતાને પણ આધાર સાથે જોડવું પડશે – કર્મચારી ભવિષ્યનિધિ સંગઠને ૩૦ જૂન સુધીમાં પીએફ ખાતાને આધાર સાથે જોડવા સૂચના આપી હતી. પેન્શનર્સને પણ આધારની વિગત જમા કરાવવા કહેવાયું છે. આધાર લિન્ક થતાં સેટલમેન્ટ અને ઉપાડપ્રક્રિયા ઝડપી બનશે.

-સ્કોરલરશિપ માટે આધાર જરૃરી – એચઆરડીમંત્રાલયે અધિસૂચના જારી કરી છે કે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી કે જેઓ સ્કોલરશિપ મેળવવા ઇચ્છે છે તેમને ૩૦ જૂન સુધીમાં આધારની વિગત જમા કરાવવા કહેવાયું હતું. જેમની પાસે આધાર નહીં હોય તેમને સ્કોલરશિપ નહીં મળે.

-આધાર વિના પીડીએસ સબસિડી નહીં – જાહેર વિતરણ વ્યવસ્થાને પણ આધારપ્રણાલી સાથે જોડવામાં આવી છે. પીડીએસ સબસિડી મેળવી રહેલા તમામે ૧લી જુલાઈથી પોતાનાં રાશનકાર્ડ સાથે આધારકાર્ડ જોડવું પડશે.

-સીએ માટે નવો અભ્યાસક્રમ – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરનારા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જુલાઈના રોજ નવો અભ્યાસક્રમ લોન્ચ કરશે. નવો અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ એકાઉન્ટ્સના આંતરરાષ્ટ્રીય શિક્ષણ માપદંડો આધારિત હશે. તેમાં જીએસટી નવી ટેક્સ પ્રણાલી જીએસટીનો સમાવેશ થશે.

source:-http://sandesh.com/gst-bill-session-at-midnight/

Advertisements